Aantarman

Select format

In stock

Qty

મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું છે. એવાઓની સાથે મારા વ્યવહારમાં મેં કાયમ નરી નિખાલસતા કે પૂરેપૂરા કપટથી કદાચ વ્યવહાર નહીં કર્યા હોય! અને વળી મેં મારા સહપ્રવાસીઓ સાથે અણિશુદ્ધ વર્તનો કર્યાં જ હશે તેમ પણ હું ખાતરીથી કહી શકવાની સ્થિતિએ ક્યાં છું? જોકે, હાલ હું દુઃખી પણ નથી અને વળી સંપૂર્ણ સુખી પણ નથી. મને લાગે છે કે મારે એક વ્યક્તિને મળવાની ખાસ જરૂર હતી અને છે, જે શરૂથી જ મારી સાથે પડછાયાની પેઠે મુસાફરીમાં રહેલો છે. આ એક એવી પ્રતિભા છે જે મને બરાબર ઓળખે છે. હું કદાચ એમ પણ કહી શકું કે આ મહાનુભાવથી હું અંજાયેલો છું અને વળી એનાથી ઘણી વખત ડરું પણ છું. આ એક એવી વ્યક્તિ છે કે જે મને ધારે ત્યારે કપડાં વગરનો કરીને મારી ગંદકીને બહાર કાઢી મારી રેવડી દાણાદાર કરી-કરાવી શકે છે. મારે એને મળવાની જરૂર હતી કે નહીં? તેવા વિચારો પણ મને ઘણીવાર આવેલા છે.

SKU: 9789395556675 Categories: , , , , Tags: , , , , , , , , ,
Weight0.1 kg
Dimensions0.5 × 5.5 × 8.5 in
Binding

Center Pin

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Aantarman”

Additional Details

ISBN: 9789395556675

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 96

Dimension: 0.5 × 5.5 × 8.5 in

Weight: 0.1 kg

ગુજરાતની અદાલતોમાં એ.સી.દામાણી તરીકે પ્રખ્યાત અશોક દામાણીએ ‘બોન્ડ રાઇટર’ તરીકે કારકિર્દીની શરૂઆત કરીને આપબળે ‘દામાણી કોર્પોરેટ હાઉસ’ ઊભું કર્યું છે. તેઓ ગુજરાતના એક નામાંકિત વન્યુ… Read More

Additional Details

ISBN: 9789395556675

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 96

Dimension: 0.5 × 5.5 × 8.5 in

Weight: 0.1 kg