કથાનાયક વિજય પોતાના જીવનમાં ઘટતા પ્રસંગો અને સંપર્કમાં આવતી વ્યક્તિઓ – જેમણે એના જીવનને ચોક્કસ દિશા આપી હોય, તેમના તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવાનો પ્રામાણિક પ્રયાસ કરે છે. આત્મખોજની સાથે સાથે કિશોરાવસ્થાથી વયસ્ક અવસ્થા સુધીનાં પ્રારંભિક વર્ષોના અનુભવો, વ્યવસાયિક ઉપલબ્ધીઓ તથા દૈનિક જીવનમાં સાધારણતઃ આપણને જે વિચારો આવે એવા જ વિચારો વિજય આપણી સાથે શૅર કરે છે.
યુવાવસ્થાથી શરૂ થતાં સ્વપ્નો અને વ્યવસાયિક જીવનના ચઢાવ-ઉતારને યોગ્ય ન્યાય આપી શકાય એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આપેલાં વચનોને પાળવાની મહત્તા, ઈમાનદારી અને નૈતિકતાના ધોરણો જાળવી રાખીને જીવન જીવવું કેટલું અગત્યનું છે, એનો ચિતાર આપે છે. જીવનમાં જેમ જેમ આત્મવિશ્વાસ વધતો જાય, તેમ તેમ જીવનની ઘણી ખાલી જગ્યાઓ ભરાતી જાય છે, એ હકીકત પણ વિજયને સમજાય છે. જ્યાં જરૂર લાગે ત્યાં વિજય મૌન સેવે છે, કારણ કે મૌન આપણને કોઈ દિવસ છેતરતું નથી. મૌનની સાથે-સાથે નમ્રતા, વિવેક અને ‘જવા દો’ જેવા ગુણોને અપનાવીને પોતાની સફરમાં ઇચ્છાશક્તિની સુગંધ ઉમેરીને જીવનને સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે.
જિંદગીની નવી શરૂઆતને મળતાં અગણિત અવસરોથી વિજય અચંબિત પણ થાય છે.
પ્રિય વાચક, આપની જીવનયાત્રા શુભ અને સરળ બની રહે એવી શુભેચ્છા.
thourgy
hcg clomid and nolvadex pct Approximately 50 of men in their 80s have total testosterone levels in the hypogonadal range
thourgy
buying priligy online No language or date restrictions were applied