આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી નવલકથા
પગ વગરનાં પગલાં જોવાં મળે એ જેટલું વિસ્મયકારી છે, પાંખ વગરનાં પંખીનું ગગનગામી ઉડ્ડયન જોવા મળે એ જેટલું અચરજ પમાડનારું છે એટલું જ વિસ્મયકારી અને અચરજ પમાડનારું સત્ત્વશીલ તત્ત્વ, ઊડ્યા વિના આકાશને આંબવાનું શ્રેય પ્રાપ્ત કરનારનું છે.
જે બાળકના જન્મથી જ એનો જીવનકાળ બે કે ત્રણ માસ સુધીનો જ છે એવું બિહામણું ભવિષ્ય જે ડૉક્ટરોએ ભાખ્યું હોય અને એ બાળકે જિંદગીના મધ્યાહ્ને પહોંચતાં સુધીમાં તો સાહિત્ય અને સમાજની દુનિયામાં હરિયાળા સંબંધોનું એક નોખું-અનોખું સામ્રાજ્ય ઊભું કરી દીધું! એ શું અચરજ નથી?
એવી કઈ અગોચર શક્તિ હતી જેણે, તનથી તહસનહસ થઈ ગયેલા આ બાળકના મનને મજબૂતીનો આશીર્વાદ આપી ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે!’ના જીવંત આશાવાદને અમર રાખ્યો!
‘જિંદગી જીવી જાણવી’ અને ‘જિંદગી જીવી નાખવી’ – આ બંનેમાં કેટલો ફરક છે એ જાણવા માટે તમારે આ નવલકથા ‘ઊડ્યા વિના આંબ્યાં આકાશ’ વાંચવી જ રહી.
આસ્થાને ઑક્સિજન પૂરો પાડતી આ નવલકથા જીવનસંદેશાવાહક અચૂક બની રહેશે!
Udya Vina Aambyan Aakash
Category 2023, Latest, New Arrivals, Novel, November 2023
Select format
In stock
Weight | 0.22 kg |
---|---|
Dimensions | 1 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644971
Month & Year: November 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Dimension: 1 × 5.5 × 8.5 in
Weight: 0.22 kg
Additional Details
ISBN: 9788119644971
Month & Year: November 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 200
Dimension: 1 × 5.5 × 8.5 in
Weight: 0.22 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Udya Vina Aambyan Aakash”
You must be logged in to post a review.