એનો બસ એક જ અપરાધ હતો – એણે `આઝાદ નારી’ તરીકે જીવવાનું પસંદ કર્યું.
માતા હારીએ પહેલીવાર પેરિસમાં પગ મુક્યો ત્યારે એના ખિસ્સામાં કાણી કોડીયે નહોતી. અને પછી થોડા જ મહિનામાં એના નામના સિક્કા પડવા લાગ્યા.
દર્શકોને એ ડાન્સર તરીકે અણધાર્યા આંચકા આપતી, મંત્રમુગ્ધ કરી દેતી. થોડા જ સમયમાં એણે પોતાની અપ્રતિમ સુંદરતાના જોરે શ્રીમંત અને શક્તિશાળી પુરુષોને પોતાના મોહપાશમાં જકડી લીધા હતા.
વિશ્વયુદ્ધનું બ્યુગલ ફૂંકાતાં જ, દેશભરમાં ભય અને શંકાનું મોજું ફરી વળ્યું. વળી, માતા હારીની વૈભવી લાઇફસ્ટાઇલ જ શંકાનું કારણ બને તેવી હતી.
…. અને, અચાનક જ એક દિવસે પેરિસની એક વૈભવી હોટેલરૂમમાંથી માતા હારીની ધરપકડ થઈ. આરોપ હતો દેશ સાથે ગદ્દારી અને જાસૂસી કરવાનો.
જેલમાંથી માતા હારીએ લખેલા અંતિમ પત્રના આધારે લખાયેલી `ધ સ્પાય’ એક એવી અસામાન્ય સ્ત્રીની યાદગાર કથા છે, જેણે સમાજમાં વર્ષોથી ચાલી આવેલા રૂઢિચુસ્ત નિયમો તોડવાની હિંમત કરી હતી.
‘જકડી રાખે તેવું પુસ્તક’ Times of India
‘અનોખું, આકર્ષક’ Publishers Weekly
‘અત્યંત રસપ્રદ કથા’ DNA India
‘સુંદર રજૂઆત’ A. S. Dulat (ઇન્ટલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડાયરેક્ટર), Outlook
Be the first to review “The Spy”
You must be logged in to post a review.