શબ્દમૌનનો સાક્ષાત્કાર
ટી. એસ. એલિયટે એના ‘What is a classic’ નિબંધમાં લખ્યું છેઃ શાશ્વતનું સર્જન ત્યારે જ થાય જ્યારે સંસ્કૃતિ પરિપકવ હોય. આ સંદર્ભે સંસ્કૃત આચાર્ય મમ્મટનું એક સૂત્ર છે, જેનો ભાવાર્થ છેઃ શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય.
આ કાવ્યસંગ્રહનાં દરેક કાવ્યમાં, વાગ્દેવીના વરદાનથી દીક્ષિત થયેલા મૌનનો દિવ્યપ્રકાશ પ્રત્યેક શબ્દના સૂરજમાંથી પ્રગટ્યો છે. શ્વાસના ખરલમાં મૌનને ઘૂંટ્યાં પછી જે શબ્દાસવ પ્રગટ્યો છે તે આ કાવ્યસંગ્રહનો પિંડ છે.
‘શબ્દો દેવસ્ય ધીમહિ’નો ગર્ભનાદ તમને આ સંગ્રહનાં દરેક કાવ્યમાં સંભળાશે.
મૌનના ઘૂઘવતા મહાસાગરમાં શબ્દનો તરાપો લઈને નીકળેલા કવિ, તમારી સંવેદનાને દરેક કાવ્યની છાલકથી ભીંજવી દેશે! શબ્દસાગરના તળિયે પડેલા પાણીદાર મૌનમોતીનો, કવિએ કરાવેલો સાક્ષાત્કાર, એટલે શબ્દમાં મૌન, મૌનમાં શબ્દ!
Be the first to review “Shabda Ma Maun Maun Ma Shabda”
You must be logged in to post a review.