અખંડ ભારતની ગૌરવગાથાનું વિસરાઈ ગયેલું શૌર્ય પ્રકરણ
ભારતના ઇતિહાસમાં આપણને બાબર, હુમાયુ અને અકબર જેવા શાસકો વિશે જ ભણાવવામાં આવ્યું છે. આ શાસકો તો અંદાજે 500 વર્ષ પહેલાં જ થયા હતા, પણ આપણે કદી વિચાર્યું છે કે સદીઓનો ભવ્ય ઇતિહાસ ધરાવતી આપણી ભારતભૂમિ ઉપર પહેલાં એવા કયા શાસકો આવી ગયા, જેમણે આ ધરતીને ‘સોને કી ચીડિયા’ બનાવી?
આ કથા સાતમી સદીના પૂર્વાર્ધમાં રાજગાદીએ આવી એક મહાસામ્રાજ્યની સ્થાપના કરનાર સમ્રાટ હર્ષવર્ધનની છે.
કોણ હતા સમ્રાટ હર્ષવર્ધન?
કેવી રીતે યુવાન રાજાએ નાનાં નાનાં રાજ્યોને એકત્ર કર્યાં?
એમનામાં એવી તો શું વિશિષ્ટ પ્રતિભા હતી?
જીવનમાં આવી પડેલાં કષ્ટોએ કેવી રીતે તેમનું ઘડતર કર્યું?
બૌદ્ધ અને હિંદુ ધર્મમાં વહેંચાયેલા દેશને તેમણે કેવી રીતે જોડ્યો?
એમનો શાસનકાળ શા માટે ભારતીય ઇતિહાસનું એક ઝળહળતું પ્રકરણ ગણાય છે?
આવા અનેક પ્રશ્નોના ઉત્તર લઈને આવેલી આ કથા તમને ચોંકાવી દેશે.
આ માત્ર કથા નથી; આ છે અખંડ ભારતના પરાક્રમી વીરયોદ્ધાના મહાસામ્રાજ્યની યશોગાથા.
























Be the first to review “Samrat Harsh Shiladitya”
You must be logged in to post a review.