સમય સાથે Selfie
સેલ્ફી લેવામાં સ્વાર્થ છે જેમની સંગાથે સેલ્ફી લીધો છે એમની સંગાથે સમય સ્થિર થઈ જાય એનો સ્વાર્થ… એમાંથી ન દેખાય એવી એસીડીટી ઉદાસીથી નિરાશા સુધીના અણજાણ્યા જોડે વાતોએ ચડે છે. સેલ્ફી લેનારો અને જોનારો બંને નજીક હોવા છતાં દૂર જાય છે. જેને બધું જ સ્થિર કરી દેવું છે. બધું જ કોઈકની જોડે સ્થગિત કરી દેવું છે એના માટે છે, સેલ્ફી! સંબંધોથી થાકી જઈને એના એ જ સંબંધો જોડે સેલ્ફી પડાવીને આપણા સ્મિતને વર્ષોથી ઉંમરના ઉઝરડા પડ્યા છે. સાચો સેલ્ફીતો સમય પાડે છે. ફોટામાં હોય તોય ન દેખાય! હાથમાં બંધાય પણ બાંધી ન શકાય આ પુસ્તકની કવિતા અને એનો આસ્વાદ હૃદયમાં કેદ થયેલા સમય સાથે ચૂપચાપ આપણે જ આપણને ઊજવી શકીએ એવો જોવા જેવો ક્લિક કરે છે… સમય સાથે સેલ્ફી – અંકિત ત્રિવેદી
Be the first to review “Samay Sathe Selfie”
You must be logged in to post a review.