જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય.
એવું બને ત્યારે પ્રશ્ન થાય – કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી?
*
પંચાવન-છપ્પન વર્ષનાં સ્ત્રી-પુરુષોને પ્રેમ હોય? હા, હોય. કેવો હોય? એ તો જાણનાર જાણે.
પણ આ લેખક વીનેશ અંતાણી પાસે એનું એક સંવેદન છે, કહો કે અનુમાન છે, પણ એ રીતે રજૂ થયું છે કે વાચકમાં સંવેદન જગવે છે… માનવસ્નેહનું આવું સ્વસ્થ, સુંદર ચિત્ર બહુ ઓછી નવલકથાઓમાં જોવા મળ્યું છે.
– રઘુવીર ચૌધરી
આ કૃતિ આસ્વાદ્ય બને છે વર્તમાનની કેટલીક ક્ષણોમાં. એકમેકના સુખી લગ્નજીવનથી પરિચિત થઈ બંને પાત્રો આનંદ પામે છે, પરંતુ બંને સતત રીતે જાણવા આતુર છે કે પોતાનાં સુખી અને ભર્યાંભર્યાં દાંપત્યજીવનમાં પણ બંનેએ ક્યાંક અધૂરપ, ક્યાંક ખટકો અનુભવ્યો છે? એ ક્ષણે નવલકથા માનવમનના થોડા ઊંડા સ્તર પર સરકે છે.
–જયંત ગાડીત
ગુજરાતી ભાષામાં ‘પ્રિયજન’ 1980માં પ્રગટ થઈ ત્યાર પછી અનેક આવૃત્તિઓ દ્વારા એ ગુજરાતના ઘરેઘરે પહોંચી છે. પ્રકાશનના આટલાં વર્ષે પણ એ વાચકો અને અભ્યાસુઓની અતિ પ્રિય નવલકથા રહી છે. કથાનું પોત અને સંવેદનશીલતાએ ‘પ્રિયજન’ને ગુજરાતી ભાષાની ક્લાસિક કથાનો દરજ્જો આપ્યો છે. ગુજરાતી ભાષામાં કોઈ એવો સારો વાચક નહીં હોય જેણે ‘પ્રિયજન’ નહીં વાંચી હોય.
આટલાં વર્ષોમાં ‘પ્રિયજન’ની વિશિષ્ટતાઓને દર્શાવતા અનેક મૂલ્યવાન લેખો પ્રકાશિત થયા છે, જે પણ કદાચ એક વિક્રમ છે. વાચકો અને અભ્યાસુઓને વિવિધ દૃષ્ટિકોણથી ‘પ્રિયજન’ નવલકથાને ખોલી આપતાં એ વિવિધ લેખોનું અહીં સંકલન કરવામાં આવ્યું છે.
| Weight | 0.19 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.3 in |
| Binding | Book |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361971600
Month & Year: April 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 8.5 × 5.5 × 0.3 in
Weight: 0.19 kg
Additional Details
ISBN: 9789361971600
Month & Year: April 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 8.5 × 5.5 × 0.3 in
Weight: 0.19 kg


























![Vinesh Antani [Sadabahar Vartao]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Vinesh-Antani-Front-150x232.jpg)









Be the first to review “Priyajanpanu”
You must be logged in to post a review.