પ્રમાણમાં લાંબી એવી નવ વાર્તાઓના આ સંગ્રહમાં વિષયવસ્તુ, પાત્રોનાં સંવેદનો, પરિવેશની દૃશ્યાત્મકતા, વર્ણનકલા વગેરે વાર્તાઓને કલાત્મક બનાવતાં પાસાંની રજૂઆતમાં જુદા જ પ્રકારની તાજગી જોવા મળે છે. કિશોરાવસ્થામાં જાગતાં માનસિક આંદોલનો, ધરતીકંપ જેવી વિનાશક ઘટનાના અનુભવથી અલગ રહી ગયેલી છતાં કુટુંબીજનોએ વેઠેલી વિનાશની પીડાથી વ્યથિત યુવતીની કરુણતા, પિતા-માતાના લગ્નજીવનની તિરાડથી રહેંસાયેલાં પુખ્ત સંતાનોની વ્યથા, પક્ષાઘાતની યાતના ભોગવતો પતિ અને સશક્ત છતાં મનથી લાચાર પત્નીની વાસ્તવિકતા, સ્ત્રીસ્વાતંત્ર્ય અને પર્યાવરણના પ્રશ્નોને સાંકળી લેતી કથા – જેવાં વિવિધ કથાસ્થાનોને આ વાર્તાઓ ઊંડાણથી તાગે છે.
વીનેશ અંતાણીનો ચોથો વાર્તાસંગ્રહ ‘તને ખબર નથી, નિરુ’ એમની સર્જકવિશેષતાઓને સુપેરે પ્રગટ કરે છે.
























![Vinesh Antani [Sadabahar Vartao]](https://rrsheth.com/wp-content/uploads/2022/06/Vinesh-Antani-Front-150x232.jpg)











Be the first to review “Tane Khabar Nathi Niru”
You must be logged in to post a review.