સૂફી શબ્દ કોઈ ધર્મ કે મઝહબનો મોહતાજ નથી. દુનિયાના કોઈ ધર્મમાં મૂલ્યોને આચરણમાં મૂકનાર દરેક માનવી સૂફી છે. જીવનમૂલ્યોના પ્રચારપ્રસારનું પવિત્ર કાર્ય કરનાર સંતો – કબીર, તુલસીદાસ, સૂરદાસ કે મીરાંબાઈ બધાં જ નખશીખ સૂફી જ હતાં.
સૂફી વિચારધારા એટલે શું? સૂફી એટલે ધર્મના વિચારોને શાબ્દિક અર્થમાં પામવા કરતાં ગૂઢાર્થને સમજે એ. સૂફી એટલે ઈશ્વર સર્વવ્યાપી છે અને માનવીના હૃદયમાં જ વસે છે એવું સમજે એ. સૂફી વિચારધારા ધાર્મિક ક્રિયાકાંડો કરતા માનવીના ઋજુ હૃદયમાં વસે છે. અહંકારનો ત્યાગ કરીને ‘હું’પણાની ભાવનામાંથી મુક્ત થઈને ઈશ્વરપ્રાપ્તિ કરવી એ સૂફી વિચારધારાનું હાર્દ છે.
સૂફી વિચારધારાને સાકાર કરીને આપણને સૌને સાચા જીવનનો રાહ બતાવનાર વિશ્વભરના સૂફી સંતોની કથાઓ અને અમૃતવચનો આ પુસ્તકમાં સમાવ્યાં છે. આ કથાઓનું પવિત્ર અજવાળું તમારા હૃદયને ચોક્કસ નવી ઊંચાઈએ લઈ જશે.
Binding | Paperback |
---|
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: sample-title
Month & Year: February 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 178
Additional Details
ISBN: sample-title
Month & Year: February 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 178
Be the first to review “Prem Hari Ka Roop Hai”
You must be logged in to post a review.