કોણ છે નદીનો ત્રીજો કિનારો?
સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક વિધાન છેઃ તમને શું પસંદ છે તેની જાણ થવી તે સમજણ છે.
વસ્તુ હોય કે વ્યક્તિ, તમારી પસંદગીનો આધાર એની બાહ્ય સુંદરતા પર નહીં, પણ ભીતરી સૌંદર્ય પર હોય તો, ભલે મુશ્કેલીઓનો મુકાબલો કરીને પણ, તમે જગતના સર્વોચ્ચ શિખર તરીકે ઓળખાતા પ્રેમશિખર પર પહોંચી પણ શકો છો અને ત્યાં સ્થિરતા પણ પ્રાપ્ત કરી શકો છો!
કોઈના હૃદયમાં ઘૂઘવતા પ્રેમસૌંદર્યના સાગરને ઓળખવાનું અને ઓળખીને તેને પામી જવાનું સદ્ભાગ્ય કોઈ સાચા પ્રિયજનને જ મળતું હોય છે!
આવું જ સદ્ભાગ્ય આ નવલકથામાં કોને મળે છે? શોભનાને, ચાંદનીને કે પછી અનુરાગને?
પ્રેમપ્રવાહના ત્રિભેટે ઊભેલાં આ ત્રણેય વ્યક્તિત્વોમાંથી કોણ કોના જીવનની નદીનો ત્રીજો કિનારો બનીને રહે છે એ લાજવાબ સવાલનો જવાબ તો તમને આ નવલકથા વાંચશો ત્યારે જ મળશે!
એકવાર વાંચ્યા પછી વારંવાર વાંચવાનું મન થયા કરે એવી અનોખી પ્રેમકથા!
Be the first to review “Nadino Trijo Kinaro”
You must be logged in to post a review.