લાક્ષાગૃહ
– હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી.
લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો.
– ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને પકડી લીધી હોય એમ કાજલે દાંત ભીંસી પિતાના હાથને મક્કમતાથી પકડી લીધો.
– ડોન્ટ યુ ડેર મિ. ધીરુભાઈ સંઘવી. મને આંગળી પણ અડાડી છે તો હું સીધી પોલીસ સ્ટેશન જઈશ સમજ્યા?
પિતાનાં હાથને પકડી લઈ કાજલે બધાનાં ચહેરા પર નજર ફેરવી. પોતાના શબ્દોની ચોટને માપતી. મા, ભાઈ, બહેન સૌ શેહ પામી ગયાં હતાં. ઓ માય ગોડ! જીવનમાં પહેલી જ વાર આ ચમત્કાર બન્યો હતો. આજ સુધી ઘરમાં એનું મૂલ્ય શું હતું? બધાં એને સતત ઉતારી પાડતા. અત્યારે સ્તબ્ધ. ડરેલાં.
આખરે બધાથી એ જ મૂઠી ઊંચેરી સાબિત થઈ હતી.
ધીરુભાઈએ એક ઝટકાથી હાથ છોડાવ્યો.
– એક વાત ખીલે બાંધી લે, એડવર્ટાઇઝમેન્ટનાં શૂટિંગ માટે તું ક્યાં જાય છે, ક્યારે આવશે એ બધું તારે ઘરે કહેવું પડશે. આ શરતમાં કોઈ ફેરફાર નહીં થાય.
કાજલ પિતાની સામે ઊભી રહી. નિશ્ચલ.
– તમારી એખ પણ શરત મને મંજૂર નથી.
ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા અને જોરથી તમાચો માર્યો. આંધળા રોષનાં ઝનૂનમાં કહ્યું,
– હવે તું પોલીસસ્ટેશન જઈ ફરિયાદ કરી શકે છે. આ ઘરમાં રહેવું હશે તો શરતનું પાલન તારે કરવું પડશે, નહીં તો ઘર છોડીને તું જઈ શકે છે.
Be the first to review “Laxagruh”
You must be logged in to post a review.