વાર્તાકાર વર્ષા અડાલજા
ચોવીસ નવલકથાઓષ, અગિયાર વાર્તાસંગ્રહો, નાટકો, પ્રવાસવર્ણનો અને અનેક ટી.વી. શ્રેણીઓ લખનાર વર્ષા અડાલજા લોકપ્રિય સર્જક છે. લોકપ્રિય નવલકથાથી ગુજરાતી સાહિત્યજગતમાં પ્રવેશનાર વર્ષા અડાલજા, `ક્રોસરોડ’ જેવી નવલકથા લખે ત્યારે લોકપ્રિયથી પ્રશિષ્ટની એમની યાત્રા પૂરી થાય છે. વર્ષાબેનની દોઢસોથી વધારે વાર્તા એકબેઠકે વાંચવી ગમે તેવા વાર્તારસથી છલછલતી છે. એમનાં સર્જનાત્મક ઉન્મેષને કારણે વાર્તાઓ સાદ્યંત કલાત્મક બની છે.
શરીફા વીજળીવાળા
`ચાંદલો’ અહીં સૌભાગ્યનું ચિહ્ન મટીને જાતિવિશેષનું સૂચક તો બને જ છે, પણ ગુજરાતમાં ભભૂકેલા હિંસા-અગ્નિમાં શાંતિ, સૌહાર્દ અને સ્નેહોદર માતૃત્વનું પ્રતીક પણ બને છે. લોકમાનસના પ્રશ્નો અને એની ભીતર વહેતા સ્નેહપ્રવાહને લેખિકા એક મુસ્લિમ યુવતીને ઝનૂની ટોળાથી બચાવીને ઉજાગર કરે છે. હિંસા પર પ્રેમ અને દુર્ભાગ્ય પર સૌભાગ્યના વિજયની વાર્તા લોકબોલચાલની ભાષામાં હળવી રીતે કહીને અત્યંત સૂક્ષ્મ સંદેશ પણ આપ્યો છે.
દીપક દોશી
Be the first to review “Koi Var Thay Ke”
You must be logged in to post a review.