- સોમાલિયાના રણપ્રદેશથી અમેરિકાના વૉગ મૅગેઝિનના કવર સુધી પહોંચેલી મહિલાની દર્દનાક સફરની દાસ્તાન
- નોંધપાત્ર સંશોધન કર્યું હોવા છતાં મહિલા હોવાને કારણે નોબેલ પારિતોષિક ન મળ્યું ત્યારે ન્યાય મેળવવા ઝઝૂમતી બ્રિટિશ વિજ્ઞાનીની વાત
- લગ્ન કે ગર્ભાધાન કરવા સામે ચેતવણી આપનાર ડૉક્ટરોની સલાહને અવગણી, ગાંધીબાપુ અને પિતાની નાપસંદગીને દાદ આપ્યા વિના લગ્ન જ નહીં, બે સંતાનોને જન્મ આપી વડાપ્રધાનપદ સુધી પહોંચેલી મહિલાની અંગત-અંગત વાત
- મુસીબતના દિવસો, કારમી પીડા અને વેદનાને જીવનનો ખજાનો બનાવી વ્યક્તિત્વને અનોખો નિખાર આપનાર હૉલિવૂડની સુપરસ્ટાર બન્યા છતાં છકી ન જનારી અભિનેત્રીની વાત
- પોતાની શરતે જીવન જીવનાર બદદિમાગ, બદમિજાજ, બિન્ધાસ્ત અને અશ્લીલ વાર્તાઓ લખવાના આરોપસર બદનામ ઉર્દૂ ભાષાની લેખિકાની મિજાજી વાત
આ પુસ્તકમાં છે જીવનના ઝંઝાવાતો સામે ટટ્ટાર ઊભી રહેલી આવી
કેટલીય મહિલાઓનાં જીવનની એવી વાતો જે હતાશા-નિરાશાના સમયમાં
આપણો હાથ ઝાલે છે, આપણને ભાંગી પડવા દેતી નથી અને
આપણને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે.
Be the first to review “Koi Gori Koi Sanwarie”
You must be logged in to post a review.