Kathasangam

Category Story, Latest, New Arrivals
Select format

In stock

Qty

વીનેશ અંતાણીની દીર્ઘ વાર્તાઓ

સુપ્રસિદ્ધ કથાસર્જક વીનેશ અંતાણી જીવન અને માનવસંબંધોનાં વિવિધ પાસાં ખોલી આપતી

કલાત્મક સંવેદનશીલ વાર્તાઓ આપતા રહ્યા છે. એમના વાર્તાસર્જનમાં દીર્ઘ કહી શકાય એવી

ઘણી વાર્તાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સાહિત્યનાં અભ્યાસી દર્શના ધોળકિયાએ આ સર્જકની

તેર લાંબી વાર્તાઓ પસંદ કરીને પ્રસ્તુત સંપાદન  કથાસંગમમાં મૂકી છે.

અલગ અલગ નદીઓના સંગમ જેવું દીર્ઘ વાર્તાઓનું આ સંપાદન વાચકોને અલગ

ભાવવિશ્વમાં લઈ જાય છે અને વીનેશ અંતાણીની વાર્તાકળાના નવા આયામો ખોલી આપે છે.

દીર્ઘ વાર્તા રચવાનો ઉપક્રમ ત્યારે જ સફળ થાય, જયારે એના સર્જક પાસે જીવતરનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાની શક્તિ, અનુભવનું અનુભૂતિમાં રૂપાંતર કરવાની ક્ષમતા, સંબંધની સમજણ, સંવેદનની તીવ્રતા, આસપાસના જગત પ્રત્યેની ગાઢ નિસબત, જીવતરની શકયતાઓને ચીંધી શકતી સર્ગશક્તિ જેવાં પરિબળો સમગ્ર રીતે કહીએ તો પ્રતિભાશક્તિ હોય. વીનેશ અંતાણીએ પોતાને સાંપડેલી આ શક્તિઓની લાંબી વાર્તાઓમાં સર્વાંશે પ્રતીતિ કરાવી છે.

 ડૉ. દર્શના ધોળકિયા

કથાનકને ધ્યાનમાં રાખીને કેટલીક વાર્તાઓમાં યોગ્ય સ્પેસ શોધવાની જરૂર લાગી હતી. વાર્તા પોતે પોતાનું કદ શોધે છે. પાત્રોને વિકસવા માટે જગ્યા જોઈએ, પરિવેશને વાર્તાના મૂડ સાથે જોડવાની મારી લેખનપદ્ધતિએ પણ એમાં ભાગ ભજવ્યો. રીતે ઘણી વાર્તાઓ અનિવાર્યપણે લાંબી થતી ગઈકૃતિ મૂળભૂત રીતેટૂંકી વાર્તારહેતી હોય અને એના લક્ષ્ય તરફ સીધી ગતિ કરતી હોય તો એને ટૂંકી રાખવાની મને જરૂર લાગી નથી.’

વીનેશ અંતાણી

SKU: 9789361976070 Categories: , ,
Weight 0.3 kg
Dimensions 8.5 × 5.5 × 0.35 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Kathasangam”

Additional Details

ISBN: 9789361976070

Month & Year: August 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 266

Dimension: 8.5 × 5.5 × 0.35 in

Weight: 0.3 kg

વીનેશ અંતાણી એ ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર છે. તેમનો જન્મ માંડવી (કચ્છ) નજીક આવેલા નવાવાસ ખાતે થયો હતો. 1975માં તેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ… Read More

Additional Details

ISBN: 9789361976070

Month & Year: August 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 266

Dimension: 8.5 × 5.5 × 0.35 in

Weight: 0.3 kg