આજે સુશાસન માટે નીચેની સાત સમસ્યાઓ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને, હાથ ફેલાવીને, લાલચોળ આંખો સાથે ઊભી છે. આ સમસ્યાઓનો હલ શોધવો તે સુશાસનની પૂર્વ શરત છે. આ સમસ્યાઓ છેઃ (૧) સિદ્ધિ પહેલાં પ્રસિદ્ધિ (૨) વિશ્વસનીયતા વિનાનો વહીવટ (૩) આયોજન વિનાનું અમલીકરણ (૪) અંકુશ વિનાનો ખર્ચ (૫) ભય વિનાના ગુનેગારો (૬) જવાબદેહી વિનાનું શાસન અને (૭) જાગૃતિ અને સક્રિયતા વિનાના નાગરિકો.
પ્રવીણ કે. લહેરી
પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય
નેતાગીરી એટલે પોતાના ઉદાહરણથી માર્ગ દર્શાવવો.
ભગવદ્ગીતા ૩.૨૧
પદ્ધતિ તમને સમય પર જીત મેળવવાનું શીખવાડશે.
જોહાન વોલ્ફગેંગ વૉન ગ્યુઈથે
ક્ષમતા અને સત્તા સાથે જવાબદારી તો બંધાયેલી જ છે.
જોશિયા જી. હોલેન્ડ
મારાથી ભૂલ થઈ જશે એ વાતે ડર્યા કરવું એ જ સૌથી મોટી ભૂલ.
એલબર્ટ હુબાર્ડ
દુષ્ટ માણસને જાહેરમાં લાવી દો, તે પ્રામાણિક વ્યક્તિની જેમ વર્તશે.
નેપોલિયન બોનાપાર્ટ
Be the first to review “Jaher Vahivat”
You must be logged in to post a review.