ઓશોએ જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને કયા દૃષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં સુખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુ:ખનું મૂલ્ય કેટલું છે?
ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ 80 વર્ષનું હોય તેમાંનો આ પ્રસંગ જીવનનો કેટલામાં ભાગનો અને કેટલા સમય માટે છે તે વિચારવું. ઘણાં લોકો નાના નાના દુઃખને એટલું મોટું કરીને જીવે, કે રાઈનો પર્વત બનાવી દે. પ્રભુને કહે કે મને જ શા માટે આટલું બધું દુઃખ આપ્યું? અને જ્યારે સુખ ખૂબ જ હોય ત્યારે કોઈ પ્રભુને નથી પૂછતું કે મને જ શા માટે આટલું બધું સુખ આપ્યું? થોડું સુખ મને ઓછું આપીને જે બહુ દુ:ખી છે તેને પણ આપો ને! આ છે જીવન અને આ જ છે આપણી મનોવૃત્તિ.
ઓશોએ શીખવેલાં આ સૂત્રોને ધ્યાનમાં રાખીને આપણે સૌ જીવન જીવીએ તો જીવનમાં આવતાં સુખ-દુઃખને અને તેને અનુભવીને આવતાં હાસ્ય અને રુદન પણ સમ્યક્ રહે અને આપણને ખ્યાલ આવે કે હું હસું તેથી કોને શું ? હું રડું તેથી કોને શું ?
આ બંને બાબતોથી પર થઈને આપણે સૌએ જીવનને આનંદથી જીવવું જોઈએ.
Weight | 0.15 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858389
Month & Year: August 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Weight: 0.15 kg
Additional Details
ISBN: 9789389858389
Month & Year: August 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Weight: 0.15 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Hasvu Radvu”
You must be logged in to post a review.