જવાહર બક્ષી સંધિકાળના ગઝલકાર છે. એમની રજૂઆતની રીતિ આગવી છે. પોતાની ગઝલોનાં મર્મસ્થાનો ચીંધતાં – સમજાવતાં એ આગળ વધે છે. એક તરફ અરબી-ફારસીની પરંપરા અને બીજી તરફ એ પરંપરાની ઝાંયમાં, પણ બોલચાલની ગુજરાતીમાં ગઝલો લખતા શાયરો હતા. ત્રીજી તરફ આધુનિક પ્રકારની પ્રયોગશીલ અને બદલાતી ગુજરાતીની ગઝલો. જવાહર બક્ષી અગાઉના બંને પડાવોને સમજીને, પચાવીને લખનારા ત્રીજા પડાવના મહત્ત્વના ગઝલકાર છે. કહેવાય છે કે એમના બે સંગ્રહોમાં જે સમાવાઈ છે તે સિવાયની રચનાઓને પોતે જ રદ કરી દીધી છે. સંગ્રહો પછી પણ કેટલીક ગઝલો લખાઈ હશે, પરંતુ એમના અભ્યાસ માટે, આપણી સમક્ષ તો આ બે ગઝલસંગ્રહો જ છે. અંદરનું જે સત્ત્વ છે તે આપોઆપ બહાર આવશે એ ન્યાયે એમની ગઝલોના આસ્વાદનો ઉપક્રમ હાથમાં લીધો. એકાવન ગઝલો પસંદ કરી. આસ્વાદક-મિત્રોએ ઉમળકાથી આ વાત વધાવી લીધી. કોઈકે સોંપાયેલી ગઝલની ફેરબદલ પણ કરી, તો કોઈએ સામે ચાલીને અમુકતમુક ગઝલ માગી. પરિણામે, એકાવન ગઝલો વિશે ચોપ્પન આસ્વાદલેખ પ્રાપ્ત થયા છે! જવાહરભાઈનો એક જાણીતો શે’ર :
‘મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો!’
વિદ્વાનોના પ્રેમભર્યા રચનાત્મક પ્રતિભાવનું પરિણામ તે આ ‘ઘેરો ગુલાલ’ !
– હર્ષદ ત્રિવેદી
| Weight | 0.265 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.3 in |
| Binding | Book |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361978029
Month & Year: May 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 230
Dimension: 8.5 × 5.5 × 0.3 in
Weight: 0.265 kg
Additional Details
ISBN: 9789361978029
Month & Year: May 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 230
Dimension: 8.5 × 5.5 × 0.3 in
Weight: 0.265 kg


























Be the first to review “Ghero Gulal”
You must be logged in to post a review.