Gandhi : Ek Sachitra Jivankatha (Deluxe Edition)

Category Biography, Latest, New Arrivals
Select format

In stock

Qty

ગાંધીનું જીવન અને આદર્શો સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે, પરંતુ વાસ્તવમાં, તેમના જીવનની જટિલતાએ જ મોહનદાસ કરમચંદ ગાંધીને સતત દિલચસ્પ બનાવી ચર્ચામાં રાખ્યા છે. તેમ છતાં તેમની અનેક સિદ્ધિઓની મહાનતાની વાતોમાં તેમના જીવનની ઘણી બારીક બાબતો હજી પ્રકાશમાં આવી શકી નથી. એવી અનેક બાબતોની સાથે આધુનિક ભારતીય ઇતિહાસના સૌથી આદરણીય વ્યક્તિઓમાંની એક મહાન વિભૂતિને અહીં સચિત્ર જીવનચરિત્ર દ્વારા પુન:જીવિત કરવામાં આવ્યા છે.

‘ગાંધી : એક સચિત્ર જીવનકથા’ – એક રમતિયાળ, મસ્તીખોર છોકરાના મહાત્મા બનવાની યાત્રાનો અનોખો આલેખ છે. કાઠિયાવાડમાં તેમનાં શાળાકીય શિક્ષણ અને બાળપણનાં લગ્નથી લઈને લંડનની ભવ્યતા સાથેના તેમના પ્રથમ અનુભવ સુધી; દક્ષિણ આફ્રિકામાં કાનૂની કેસમાં તેમની તકવાદી નોકરીથી લઈને પીટરમેરિટ્ઝબર્ગમાં ટ્રેનની સવારી સુધી; પ્રમાણમાં અસફળ વકીલથી લઈને માનવઅધિકારો માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ધર્મયુદ્ધવીર સુધીની અનોખી સફર અહીં સમાવાઈ છે.

સઘન સંશોધન બાદ વિશ્વભરમાંથી મેળવેલા અસંખ્ય અને અલભ્ય ફોટોગ્રાફ્સ ગાંધીજીના સંપૂર્ણ જીવનને અહીં રસપ્રદ રીતે દર્શાવે છે. ગાંધીજીનો સ્વભાવ, તેમની નિષ્ફળતાઓ અને સફળતાઓ, તેમના સમકાલીન લોકો સાથેના ઘનિષ્ઠ સંબંધો અને પોતાના પરિવાર સાથેના મુશ્કેલ સંબંધો જેવી અનેક બાબતો ઉપર આ પુસ્તક પ્રકાશ ફેંકે છે. ભવિષ્યની પેઢીઓ માટે ગાંધીજીનાં સંદેશ અને કાર્યપદ્ધતિને સમજવા આ પુસ્તક ઉપયોગી બનશે.

Weight 0.600 kg
Dimensions 8.5 × 5.5 × 0.6 in
Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gandhi : Ek Sachitra Jivankatha (Deluxe Edition)”

Additional Details

ISBN: 9789361977947

Month & Year: January 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 352

Dimension: 8.5 × 5.5 × 0.6 in

Weight: 0.600 kg

1978માં સ્થાપિત ‘રૉલી બુક્સ’ સ્થાપક અને પ્રકાશક પ્રમોદ કપૂર ફોટોગ્રાફીના નિષ્ણાત ગણાય છે. ફોટોગ્રાફી અને કલાના ક્ષેત્રમાં તેઓનો વિશેષ રસ રહ્યો છે. આ તેજસ્વી પ્રતિભાને… Read More

Additional Details

ISBN: 9789361977947

Month & Year: January 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 352

Dimension: 8.5 × 5.5 × 0.6 in

Weight: 0.600 kg