Microsoftના સારથિ સત્ય નડેલા
વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે?
ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની માઈક્રોસોફટના CEO
શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું બને? બીજું કંઈ પણ વિચારતાં પહેલાં થોભો.
આ વાત છે આપણા સત્ય નડેલાની…
આવું કેવી રીતે શક્ય બન્યું? કયા સંજોગો અને મુશ્કેલીઓ તેમના જીવનમાં આવી? કેવી રીતે એ દરેક પડકારોનો તેમણે હિંમતથી સામનો કર્યો અને સફળતાની સીડીઓ ચડતા જ ગયા? કંપનીને તેમણે કેવી રીતે દિશા આપી જેથી આખી દુનિયામાં તેનો પ્રભાવ પડતો રહે? તેમનામાં એવી તે કઈ ખાસિયત છે કે તેઓ લોકપ્રિય લીડર બની શક્યા?
આ એક એવી વ્યક્તિની વાત છે જે આપણી આંખની સામેથી પસાર થઈ ગઈ અને આજે શિખર ઉપર રાજ કરી રહી છે. આવું તમે પણ કરી શકશો તેવી ખાતરી આ Powerful જીવનકથા તમને કરાવશે.
Be the first to review “Microsoft Na Sarthi Satya Nadella”
You must be logged in to post a review.