નાનપણમાં આપણે બધાં આપણાં દાદી અને નાનીને વાર્તા કહેવાની જીદ કરતાં. તેમાં મોટાભાગની વાર્તાઓ રાજા અને રાણીઓની હતી. વાર્તાઓની શરૂઆત જ એક વાક્યથી થતી કે…
એક રાજા હતો અને એક રાણી હતી.
…અને પછી શરૂ થતી પરીકથા જેવી લાગતી સુંદર વાર્તા. એ વાર્તાઓમાં ક્યારેક રાણીઓ રિસાઈ જતી તો રાજાઓ એમના માટે કોપભવન બનાવતા અને ક્યારેક રાજા યુદ્ધ પર જતા તો રાણીઓ એકીટશે એમની રાહ જોતી.
આ પુસ્તકમાં એ રાજા અને રાણીઓનાં જીવનની એવી કથાઓ છે, જે કદાચ તમારી દાદીએ તમને કહી પણ હોય, કદાચ ન પણ કહી હોય. અમુક કથાઓ ઇતિહાસનાં પાનાંઓમાં ધરબાઈને પડી હતી, તો અમુક હજુ પણ ક્યાંક ખંડેર થઈ ગયેલા કિલ્લાની કમાનમાં કે પછી રૂઠેલી રાણીના મહેલના સુકાઈ ગયેલા તળાવની તૂટેલી પાળમાં છુપાઈને કહેવાની રાહ જોઈ રહી છે. જુદા જુદા સમયખંડ અને પ્રદેશનાં રાજાઓ અને રાણીઓની આ પ્રેમકથાઓ આપણા ઇતિહાસના ગર્ભમાં હતી, જે અહીં મૂકી છે. સમય જતાં આ વાર્તાઓ સાથે ક્યાંક દંતકથાઓ પણ જોડાઈ અને ક્યારેક વાર્તા અને વાયકા એક બની ગયાં.
ઇતિહાસનાં ગુલાબી પાનાંઓમાં સચવાયેલી એ સુગંધી વાયકા અને વાર્તા એટલે ‘એક રાજા હતો એક રાણી હતી’.




















Be the first to review “Ek Raja Hato Ek Rani Hati”
You must be logged in to post a review.