DO IT NOW
જાતને જાણો
સફળતા આપણાથી હાથવેંત જ દૂર હોય છે, છતાં મોટાભાગનાં લોકો સફળતા મેળવવામાં નિષ્ફળ જાય છે. કારણ? સફળ થવાના રસ્તાથી તેઓ અજાણ હોય છે. જીવનમાં Positive વિચારોથી કરવામાં આવતા કામમાં સફળતા મળે છે. તમારે સફળ થવું છે? તો વાંચો આ પુસ્તક. સફળ થવાની સાથે-સાથે જીવનનાં મહામૂલા સિદ્ધાંતો જાણવા, સમજવા અને અનુભવવામાં આ પુસ્તક તમને ઘણું મદદરૂપ બનશે.
સફળતાના આ મંત્રોને જીવનમાં ઉતારી લો
* મુશ્કેલીઓથી ડરો નહીં
* જીવનમાં રોમાંચ ઉમેરો
* ચિંતાનો મુકાબલો કરો
* વ્યક્તિત્વને નબળું ન બનાવશો
* ઉજ્જ્વળ ભવિષ્યની કલ્પના કરો
* સમસ્યાનો Positive ઇલાજ શોધો
ડૉ. નોર્મન વિન્સેન્ટ પીલના આ મંત્રો જ તમને સફળતા અપાવશે… તો આ મંત્રોને અમલમાં મૂકો
આજે જ… અત્યારે જ… DO IT NOW!
લેખક વિશે
ડૉક્ટર નોર્મન વિન્સેન્ટ પીલે ન્યૂયોર્ક સ્થિત માર્બલ કૉલેજિયેટ ચર્ચમાં મિનિસ્ટર તરીકે બાવન વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. પીલે 46 પુસ્તકો લખ્યાં છે, જેમાં `ધ પાવર ઑફ પૉઝિટિવ થિન્કિંગ’ અને `ધ પૉઝિટિવ પાવર ઑફ જિસસ ક્રાઇસ્ટ’નો સમાવેશ થાય છે. તેમનાં પત્ની રૂથ સ્ટેફૉર્ડ પીલ પાંચ મૅગેઝિન પ્રકાશિત કરતા ચર્ચ કૉર્પોરેશન `ગાઇડપોસ્ટ’નાં ચૅરપર્સન છે. ડૉ. પીલના વિચારોને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય ન્યૂયૉર્કમાં પૉલિંગ ખાતે આવેલા પીલ સેન્ટર દ્વારા હાથ ધરાયું છે.
Be the first to review “Do It Now”
You must be logged in to post a review.