ચીન, અમેરિકા અને ભારત….
એક છે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો અને મહાસત્તા બનવા માટે થનગનતો દેશ, તો બીજો છે વિશ્વ ઉપર રાજ કરતો ડૉલરિયો દેશ અને એ બંનેના ત્રિભેટે છે સંસ્કૃતિ અને આધુનિકતાથી શોભતો આપણો ભારત દેશ.
વિશ્વમાં ડ્રેગન તરીકે જે ઓળખાય છે એ ચીન, કોઈપણ પ્રકારે વિશ્વની મહાસત્તા બનવા માટે કાવાદાવા કરતું જ રહે છે. તો તેની સામે જ અમેરિકા પણ પોતાની સત્તા ટકાવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરતું રહે છે.
ચીનનો મહારથી પોતાની કૂટિલ ચાલબાજી દ્વારા કોઈપણ રીતે મહાસત્તા થવાનું સપનું સાકાર કરવા માંગે છે અને એને અટકાવવા માંગે છે ભારતના બાહોશ અને નીડર જાસૂસ.
શું ચીની ડ્રેગનને અટકાવી શકશે ભારતના જાસૂસ?
કોણ અને કેવા હોય છે આ જાસૂસ?
શું દેશ માટે જાસૂસ પોતાનું જીવન ખરેખર ન્યોછાવર કરે છે?
મહાસત્તા બનવાની રમતમાં કોણ જીતશે અને કોણ હારશે?
શું ચીનના કાવતરાનો સનસનીખેજ પર્દાફાશ થશે?
ચીનના કુટિલ કાવતરાની રમત અને અટપટી ચાલબાજીના ખેલમાં કોણ થશે ચૅકમેટ?
ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર રજૂ થતી જાસૂસી દુનિયાની અને જાસૂસના જીવનની ક્યારેય પ્રકાશમાં નહીં આવેલી એવી સાચી બાજુને રજૂ કરતી આ સનસનાટીભરી દિલધડક અને રોમાંચક કથા તમારો શ્વાસ થંભાવી દેશે.
Be the first to review “Checkmate”
You must be logged in to post a review.