સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા
અણસાર
વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે.
– ગુણવંત શાહ
‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી.
– દીપક મહેતા
‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને સાહિત્યિક છાંટ છે. વર્ષાબહેનનો માનવતાવાદ સુધારાની સપાટી પરથી સરકી ન જતા આઘાત આપી વિચાર કરવા પ્રેરે છે.
– રઘુવીર ચૌધરી
વર્ષા અડાલજાની ‘અણસાર’ એક જીવનલક્ષી કૃતિ છે. જેને નવલકથાના કલાત્મક ઘાટમાં ઢાળવામાં લેખિકાને સફળતા મળી છે જે અભિનંદનીય છે.
– ભગવતીકુમાર શર્મા
‘અણસાર’ નવલકથા સમાજના તમામ વર્ગોની ચેતનાને ધક્કો મારી તેમને જાગ્રત થવા પ્રેરે છે.
-મધુસુદન પારેખ
‘અણસાર’ નવલકથા આટલી સક્ષમ છે તેનું બીજું કારણ એ પણ છે કે પાત્રો ભલે રક્તપિત્તના રોગીઓ હોય પણ વાત દરેક માણસની માણસાઈની છે. આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં માઇલસ્ટોન બની ઊભી છે.
– ઇલા આરબ મહેતા
Be the first to review “Anasar”
You must be logged in to post a review.