કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારા તરફ નમ્યાંનું તને,
મને આનંદ ઊંચે ગયાનો છે.
– મુકુલ ચોક્સી
એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ બાંધે અને બંધાય ગઝલ.
કોણે કહ્યું લયને કો આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
– આદિલ મન્સૂરી
જે મસ્તી હોય આંખોમાં સૂરાલયમાં નથી હોતી,
અમીરી કાંઈ અંતરની મહાલયમાં નથી હોતી;
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી.
– મેહુલ
જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું
ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
– ઘાયલ
Be the first to review “Amar Muktako”
You must be logged in to post a review.