Zer To Pidha Chhe Jani Jani

Category Best Seller, Novel
Select format

In stock

Qty

મુલાયમ અને માધુર્યસભર

મહાનવલ

ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ માનવસંબંધોનું કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ દર્શન પણ તેમાંથી પ્રતીત થાય છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કથાસૃષ્ટિ સર્જી આપી છે. તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહીં પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે. દર્શકે આ નવલકથામાં એક કલાકાર તરીકે ગાંધીવિચારની દૃષ્ટિએ બીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળીનું નિરીક્ષણ, વિશ્લેષણ અને નિદાન કર્યું છે. આ માટે તેમણે ભારત અને યુરોપના સામાજિક તત્ત્વજ્ઞાનને પોતાની પકડમાં લીધાં છે. આ કોઈ સાધારણ લોકસેવકની ગાંધીભક્તિનું પરિણામ નથી, પણ એક ગહન ચિંતકની વ્યાપક માનવઅનુકંપાની પરિણતિ છે. મનુષ્યની સહાનુભૂતિની ક્ષિતિજો વિસ્તૃત બને એ કોઈ પણ ઉચ્ચ સાહિત્યકૃતિની ફલશ્રુતિ હોય છે. દર્શકની આ દિશાની સફળતા એમને ગુજરાતી ભાષાના જ નહીં, પણ જગતના શ્રેષ્ઠતમ સર્જકોની હારમાં બેસાડે છે.

યશવંત દોશી

SKU: 9789351226932 Categories: ,
Weight0.66 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Zer To Pidha Chhe Jani Jani”

Additional Details

ISBN: 9789351226932

Month & Year: January 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 592

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.66 kg

મનુભાઈ પંચોળી ‌(દર્શક‌) ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. તેમણે નવમા ધોરણમાં અભ્યાસ… Read More

Additional Details

ISBN: 9789351226932

Month & Year: January 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 592

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.66 kg