માત્ર ૨૧ દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દૃઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો તથા તમારી સર્જનાત્મકતાને નવું જીવન આપી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ રૅકોર્ડ વિજેતાના આ અમૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો અદ્ભુત મંત્ર દર્શાવવામાં આવ્યો છે. આ પુસ્તક આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન ઊભું કરવા માંગતી દરેક વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી છે.
……………………….
આપણી શિક્ષણ પદ્ધતિએ વિદ્યાર્થીઓ માટે ઊભા કરેલા દબાણમાં આ પુસ્તક રાહત આપશે.
ડૉ. એ. કે. શર્મા, પૂર્વ નિયામક, NCERT
બિસ્વરૂપની યાદશક્તિની આ પદ્ધતિઓને સ્કૂલના અભ્યાસક્રમમાં દાખલ કરવી જોઈએ.
કિરણ બેદી, IPS
બિસ્વરૂપની આ અદ્ભુત પદ્ધતિઓ દ્વારા શ્રી મહાવીરભાઈ જૈને ઑક્સફર્ડ એડવાન્સ લર્નર ડિક્ષનરીના ૮૦,૦૦૦ શબ્દો ઉપરાંત તેનાં પાનાં નંબર પણ યાદ કરી લીધાં છે.
એશિયાનેટ, લંડન, તા. ૨૨-૨-૨૦૦૩
બિસ્વરૂપ જાણે છે કે મગજના તંતુઓને કઈ રીતે કાર્યશીલ કરી શકાય.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, તા. ૭-૧-૨૦૦૧
યાદશક્તિની તીવ્ર તરકીબો પુસ્તકના લેખક બિસ્વરૂપ રૉય ચૌધરી સાચે જ જિનિયસ છે.
હિન્દુસ્તાન ટાઇમ્સ, તા. ૧૮-૨-૨૦૦૧
યાદશક્તિની આ પદ્ધતિઓ દબાણ નીચે રહેતાં વિદ્યાર્થીઓ માટે અનોખી અને મદદગાર છે.
પ્રો. જી. આર. સુંદર, ભારતીય વિદ્યાભવન
બિસ્વરૂપના વિદ્યાર્થી દીપકને પાઈ ()નાં ૭,૪૦૦ સુધીનાં મૂલ્યો યાદ છે.
ધ હિન્દુ, તા. ૧૧-૧-૨૦૦૩
આપણા મગજની અવગણના આપણના જીવનનું સૌથી મોટું રહસ્ય છે. મગજ કંઈ કચરાપેટી નથી! એ તો સફળતાનો રાજમાર્ગ ચીંધનારી આપણી મોંઘી જણસ છે. બિસ્વરૂપની આ પદ્ધતિઓથી ખાતરી થાય છે કે આપણી મૂલ્યવાન સંસ્કૃતિને આપણે વેડફી નાંખી નથી.
જસ્ટીન એમ. એન. વેંકટચલૈયા, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ
Be the first to review “Yadshakti Ni Tivra Tarkibo”
You must be logged in to post a review.