ત્રીજા કિનારાની શોધમાં નીકળેલી નારીના આત્મગૌરવની કથા…
ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ નવલકથાઓ વાચકો માટે યાદોનાં સંભારણાં સમી યાદગાર બની રહી છે. આ ભાગ્યશાળી નવલકથાઓમાં વર્ષા અડાલજાની આ નવલકથા નોંધપાત્ર સ્થાન મેળવે છે એનું એકમાત્ર કારણ છે – પોતાના અસ્તિત્વના મુકામની તલાશમાં નીકળી પડેલી એક એવી સ્ત્રી, જે આજના સમાજની મોટાભાગની મહિલાઓ – જેમને પોતાના અસ્તિત્વના `હોવાપણા’નું સાચું અને પ્રાકૃતિક ગૌરવ છે – એનું પ્રતિબિંબ બનીને જીવે છે!
પોતાના લગ્નજીવનમાં આવી રહેલી `નીમા’ નામની આંધીમાં, કથા-નાયિકા પોતાના પતિને બચાવવા ક્યાંય સુધી મથતી રહે છે… છેવટે જે થવાનું હતું, એ થઈને જ રહે છે. અને… પોતાનું `ઘર’ વસાવવાનું એક સપનું જોતી નાયિકા અશુમી, છેવટે એજ ઘરમાંથી માત્ર એક બેગ લઈને કાયમ માટે નીકળી જાય છે, જે ઘરને એ `પોતાનું ઘર’ સમજવાની ભૂલ કરી બેઠી હતી…
અશુમી એક એવી નદી છે, જેને એક એવા `ત્રીજા કિનારા’ની શોધ છે, જે એનો પોતાનો`જ’ થઈને રહે… શું એ `ત્રીજો કિનારો’ અશુમીને મળે છે?
સંબંધોના ખોવાયેલા સત્યને શોધવા મથતી આ નવલકથા વાંચવાનું શરૂ કર્યા પછી એને પૂરી કર્યા વગર તમને ચેન નહીં પડે!
Be the first to review “Trijo Kinaro”
You must be logged in to post a review.