નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક
તીરે તીરે નર્મદા
જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય, પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું, કે એ અમે જ છીએ – કાન્તા અને હું.
કોઈ વાદક વગાડતાં પહેલાં મોડે સુધી પોતાના સાજનો સૂર મેળવે છે, તેમ આ જન્મે તો અમે નર્મદા-પરિક્રમાનો સૂર જ લગાડી રહ્યાં હતાં. પરિક્રમા તો આવતે જન્મેથી કરીશું.
– અમૃતલાલ વેગડ
Be the first to review “Tire Tire Narmada”
You must be logged in to post a review.