આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત
આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે નહીં પણ જે તે સમયે કરેલી ડાયરીની નોંધો તપાસી ભૂતકાળના પ્રસંગોનો ખૂબ લાઘવમાં પણ અસરકારક વર્ણન કરે છે. સમગ્ર પુસ્તકનો પ્રવાહ એક શાંત ઝરણા જેવો છે. તેમાં ક્યાંય સ્વપ્રસિદ્ધિનો ઘોંઘાટ નથી. કોઈના પ્રત્યે રાગદ્વેષનો કર્કશ અવાજ નથી કે નથી તેમાં કોઈના વ્યક્તિત્વને નીચું દેખાડવાનો પ્રયાસ પણ નથી.
રાજ્ય સરકારની વહીવટી સેવાનો માર્ગ ફૂલોથી ઢંકાયેલો નથી પરંતુ તે રસ્તો ઉબડખાબડ, કંટકોથી ભરેલો અને અવરોધો સાથે કોઈપણ પથિકની કસોટી કરે તેવો છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત મહત્વની લાગે છે. તે પૂરી કરવા વિવિધ પ્રકારના કાવાદાવા પણ કરી શકે છે. વહીવટી સેવાના વમળમાં વર્ષો સુધી રહ્યા બાદ શ્રી ખરસાણની જીવનકથાનું રહસ્ય એવી ચોક્કસ બાબતોમાં છે કે જેમાં ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. શ્રી ખરસાણે પોતાના જીવનમાં ગુણ ગ્રાહ્ય કરવાની ટેવ રાખી છે. દરેક વ્યક્તિની ઉજળી બાજુ ધ્યાનમાં રાખી તેમાંથી પ્રેરણા લઈ પોતાની ઘડતર કરવાની પ્રથા અપનાવી છે. મને સ્વાભાવિક રીતે શ્રી ખરસાણે કામ કરેલા અનેક અધિકારીઓનો પ્રત્યક્ષ પરિચય રહ્યો અને તેમની કામ કરવાની પદ્ધતિઓ, આવડત અને મર્યાદાઓ નિહાળવાનો મોકો પણ મળ્યો હતો. સમગ્રમાં જોવું તો શ્રી ખરસાણે પરિપ્રેક્ષ્ય કારકિર્દીની અનેક વિગતો યાદ રાખીને લખી છે.
શ્રી ખરસાણે નમ્ર ભાવે સંપૂર્ણ સત્ય નિષ્ઠાથી જે કંઈ બન્યું તેને સંક્ષિપ્તમાં વાચકો સમક્ષ રજૂ કર્યું છે. દરેક પ્રસંગને સાહિત્યકાર અને ચિંતક દ્વારા કહેવાયેલ વાત સાથે જોડીને શ્રી ખરસાણે એમના વિશાળ વાંચન અને યોગ્ય સમયે યોગ્ય અવતરણ શોધી લેવાની કુનેહના પણ દર્શન કરાવ્યા છે. શ્રી ખરસાણનો આ પ્રયત્ન અભિનંદનને પાત્ર છે. આગામી પેઢીના અધિકારીઓ માટે આ ચોક્કસ પ્રેરણાસ્ત્રોત બની રહેશે તે નિશ્ચિત છે.
– – પ્રવીણ ક. લહેરી
| Weight | 0.200 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.32 in |
| Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 978-93-6197-858-6
Month & Year: August 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 8.5 × 5.5 × 0.32 in
Weight: 0.200 kg
Additional Details
ISBN: 978-93-6197-858-6
Month & Year: August 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 8.5 × 5.5 × 0.32 in
Weight: 0.200 kg




















Be the first to review “Snadi Sevani Safar”
You must be logged in to post a review.