સફેદ પીડાનું ઉપનિષદ
સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક સચોટ વિધાન છે : તમને શું ગમે છે તેની ખબર પડવી એ જ સૌથી મોટી સમજણ છે.
વસ્તુ કે વ્યક્તિ તેની બાહ્ય સુંદરતાથી નહીં, ભીતરી સૌંદર્યથી ઓળખાય છે એવી સમજ ધરાવતી હોવા છતાં કથાનાયિકા ડૉ. તરલા, કોઈક એવી નબળી ક્ષણે એવું વિચારતી તો થઈ જાય છે કે એને થયેલો આ રોગ કેવી રીતે મટશે? નહીં મટે તો ભવિષ્યની જિંદગીનું અને જિંદગીના ભવિષ્યનું શું? તેના મનને પજવતા અને મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ શું?
ગુજરાતી ભાષામાં નોંધપાત્ર ગણાયેલી આ લઘુનવલની ખૂબી એ છે કે પોતાના અકથ્ય – અસહ્ય મનોદર્દને પરકાયાપ્રવેશ કરાવી લેખકે, ડૉ. તરલા મારફતે અંગત પીડાના વિરાટ પિરામિડો રચ્યા છે.
તમે એકશ્વાસે – એકબેઠકે એ જાણવા ઉત્સુક થઈ જશો કે, ડૉ. તરલાનું એ દર્દ છેવટે મટ્યું? વ્યથાની અનોખી કથા કહેતી આ લઘુનવલ તમને એકબેઠકે વાંચી લેવાની તલપ અને તડપ જગાડશે એની પૂરી ખાતરી!

















![Keshubhai Desai [Sadabahar Vartao]](https://i0.wp.com/rrsheth.com/wp-content/uploads/2022/06/Keshubhai-Desai-Front.jpg?fit=150%2C232&ssl=1)


















Be the first to review “Shwitra”
You must be logged in to post a review.