સરદાર પટેલનું પુનરાગમન
ગુણવંત શાહ
ઠંડી મક્કમતાના સ્વામી
ગીતામાં કૃષ્ણ દૈવી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં અભયને અને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂકે છે. અભયને કારણે સરદાર ઠંડી મક્કમતાના સ્વામી હતા. તેઓ દંભથી જોજન દૂર હતા તેથી નિખાલસતા એમનો સ્થાયીભાવ હતો. ગીતામાં ત્યાગનો મહિમા થયો છે. વર્ષ 1929માં એમણે ગાંધીજીના ઇશારે લાહોરમાં યોજાનારી કૉંગ્રેસનું અધ્યક્ષપદ પંડિત નહેરુની તરફેણમાં જતું કર્યું. એ જ રીતે વર્ષ 1946માં ગાંધીજીના ઇશારે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાનું સન્માન જતું કર્યું. આવો સહજ ત્યાગ સરદારને ઇતિહાસમાં અત્યંત ઊંચા સ્થાને મૂકી આપે છે. આવા મહાન સરદારનું પુનરાગમન થઈ રહ્યું હોય તેમાં કાલદેવતા રાજી રાજી!
15 ડિસેમ્બર, 2019 ગુણવંત શાહ
સરદારની પુણ્યતિથિ
Be the first to review “Sardar Patel Nu Punaragaman”
You must be logged in to post a review.