દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ જીવનસત્યને ઉજાગર કરી રહી છે.
તમારાં સંતાનોને પેઢી દર પેઢી, સંયુક્ત પરિવારની હૂંફ, પ્રિયજનો અને પરિવારજનો માટે `ગમતાંનો ગુલાલ’ કરવાની કેળવણી, તેમજ ત્યાગભાવના સાથે વિનય-વિવેકના જીવનબોધનો અમૂલ્ય સંસ્કાર-વારસો ભેટમાં આપી શકે તેવું એકમાત્ર પુસ્તક – જે તમારા હાથમાં છે, એ છે : ગુજરાતી ભાષાની સૌથી મહાન નવલકથા સરસ્વતીચંદ્ર.
* …એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું!
– ગાંધીજી
* `સરસ્વતીચંદ્ર’ અર્વાચીન ગુજરાતનો ગૌરવગ્રંથ છે.
– ડૉ. ઉમાશંકર જોશી
* `સરસ્વતીચંદ્ર’ પોતાની વિલક્ષણ તેટલી જ અસાધારણ ગુણવત્તાએ કરીને `વિલ્હેલ્મ મિસ્ટર’ (1839), `વૉર ઍન્ડ પીસ’ (1886-89) તથા `ઝાં ક્રિસ્ટાફે’ (1910-12)ની સમાનકક્ષ લેખે જગતસાહિત્યમાં શોભાયમાન છે.
– વિજયરાય ક. વૈદ્ય
* `સરસ્વતીચંદ્ર’ના પાત્રોનાં મંથન ચરિત્રપરિપાક અને ફલિત થતાં જીવન જનતાને ઉન્નત ભાવનામય જીવનસંદેશ પૂરા પાડે છે.
– બ. ક. ઠાકોર
* ભારતના મહોત્સવમાં ગુજરાત બે ચીજ અર્પી શકે તેમ છે : એક મહાત્મા ગાંધી અને બીજી ચીજ ગ્રન્થમણિ `સરસ્વતીચંદ્ર’.
– મનુભાઈ પંચોળી `દર્શક’
Be the first to review “Saraswatichandra (Gyansetu Edition)”
You must be logged in to post a review.