શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય?
અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય?
અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં ભવ્ય શિલ્પોનું સર્જન કરી શક્યો હોય?
દેવતાઓ વચ્ચે થયેલા સંઘર્ષોથી લઈને મહાન ઋષિઓની મૂર્ખતાઓ અને રાજાઓની અતરંગી વાતોથી લઈને સામાન્યજનના સદ્ગુણો જેવી અનેક અજાણી, અનોખી પુરાણકથાઓ અહીં સમાવાઈ છે.
ભારતવર્ષની મહાન સંસ્કૃતિના સૂર્યોદય સમી આ કથાઓમાં સંસ્કાર, સમજણ અને સારપનું અનોખું તેજ છુપાયેલું છે.
લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિએ અહીં પોતાનાં વિઝન અને ઍન્ગલથી એ અજાણી અને અનોખી કથાઓને એક્સ્ટ્રાઑર્ડિનરી બનાવીને નવેસરથી રજૂ કરી છે.
Be the first to review “Sanskrutino Suryoday”
You must be logged in to post a review.