સમયની આરપાર – સુધા મૂર્તિ
* અર્જુનનાં કેટલાં નામ હતાં?
* યમને શા માટે શ્રાપ મળ્યો?
* નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો?
* કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડ્યો?
આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે જે સમયની આરપાર રહેલાં શાશ્વત સત્યોને ઉજાગર કરે છે. આ કથાઓમાં યુદ્ધ પહેલાંની, યુદ્ધ દરમિયાનની અને યુદ્ધ પછીની સ્થિતિનું વર્ણન કરી, સુધા મૂર્તિએ પોતાનાં વિઝન અને ઍન્ગલથી એ કથાઓને ઍક્સ્ટ્રા-ઓર્ડિનરી બનાવી નવેસરથી રજૂ કરી છે. મહાભારતની આ અજાણી કથાઓ દ્વારા જીવનને નવી દૃષ્ટિથી જોઈને અનેક પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાશે.
લેખિકા વિશે…
સુધા મૂર્તિનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. તેમણે કૉમ્પ્યુટર સાયન્સમાં M.Tech. કર્યું છે. ઇંગ્લિશ અને કન્નડ ભાષામાં તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય
અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમના પુસ્તકોનો ભારતની બધી મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયેલો છે. સાહિત્ય માટેનો આર. કે. નારાયણ ઍવોર્ડ તેઓએ મેળવ્યો છે. 2006માં તેમને પદ્મશ્રી ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. 2011માં કર્ણાટક સરકાર તરફથી કન્નડ સાહિત્ય માટેનો અદ્વિમબ્બે ઍવોર્ડ પણ તેમણે મેળવ્યો છે.
ગુજરાતી ભાષામાં તેમનાં બધાં જ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને બેસ્ટસેલર બન્યાં છે. તેમનાં પુસ્તકોએ લાખો લોકોને જીવનની નવી દિશા ચીંધવામાં મદદ કરી છે.
Be the first to review “Samay Ni Aarpar”
You must be logged in to post a review.