ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, એમના વિશે મનન-ચિંતન કરીશું તો ડૉ. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. માર્ટિન લ્યૂથર કિંગ અને બાબાસાહેબ એક જ દિશામાં ચાલતા હોય એમ લાગે, છતાં દીવા જેવું સત્ય એ છે કે બાબાસાહેબ વિશ્વફલક પર ક્યાંય નજરે ચડતા નથી. આપણે સમાજના આ મહામાનવને વિશ્વફલક પર લાવી વિશ્વને એમની મહાનતાના દર્શન કરાવીએ. ડૉ. બાબાસાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે. તેવા સમયે ડૉ. બાબાસાહેબ જેવા મહામાનવના વિચારો, કાર્યો અને જીવનને સમજવામાં આ પુસ્તક ઘણું ઉપયોગી થઈ શકશે. સમાજ પ્રત્યે સમર્પણભાવ અને સંવેદના હોય તો જ આવા પુસ્તકનું સર્જન થઈ શકે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી પ્રસંગે હું બાબાસાહેબના ચરણમાં મારો શ્રદ્ધાભાવ વ્યક્ત કરું છું અને એમના વિચાર, જીવન અને કાર્યને પુસ્તક દ્વારા લોકો વચ્ચે લઈ જવા બદલ કિશોર મકવાણાને અભિનંદન આપી શુભકામના પાઠવું છું.
નરેન્દ્ર મોદી
વડાપ્રધાન, ભારત સરકાર
Be the first to review “Samajik Krantina Mahanayak Dr. Babasaheb Ambedkar”
You must be logged in to post a review.