એક નવા પ્રદેશ અને પરિસ્થિતિ વચ્ચે અસ્તિત્વ માટે જીવતી, ઝંઝાવાત સામે ઝઝૂમતી, યુવાન અને છતાં નિરાધાર એવી સ્ત્રીની આ કથા છે.||
પ્રિયજન પોતાના લીધે જેલમાં ગયો છે. આજીવન કેદ થવામાં છે. છૂટે તો પણ જાનનું જોખમ છે. પોતે સોશિયલ મીડિયાના કારણે બદનામ થઈ ચૂકી છે… એક નવી જિંદગી જીવવા, એક ટ્રેનિંગ નિમિત્તે મિઝોરમ જાય છે. પણ પ્રથમ રાત્રીએ જ કાતિલ ઠંડીથી બચવા માટે, સેવાભાવી શખ્સ અરવિંદા સાથે સહશયન કરવું પડે… અહીંથી જ યુવતીના જીવનમાં ભયંકર તિરસ્કાર સાથે આશ્ચર્યજનક વળાંક આવે છે.||
નવેસરથી જીવવાની ઇચ્છા હોવા છતાં આપઘાત કરવાની પરિસ્થિતિ આવીને ઊભી રહી… પણ જેલવાસી પ્રિયજન ખાતર જીવવાનું પણ હતું. અહીં સાવ વિપરીત સ્થિતિ સર્જાઈ હતી. એક પછી એક બનતી ઝડપી અને રોમાંચક ઘટનાઓ યુવતીને જીવનમાં ત્રિભેટે લાવીને ઊભી રાખી દે છે.||
એક વિશિષ્ટ ભૌગોલિક, સામાજિક ને સાંસ્કૃતિક પરિવેશ વચ્ચે પ્રેમને ઝંખતી યુવતીની સાથે મૅરી, સાંગા, અરવિંદા… જેવાં અનેક પાત્રો સાથે તાણાવાણા ગૂંથતી આ ગુજરાતી સાહિત્યની નવતર કથા છે.
Be the first to review “Safar”
You must be logged in to post a review.