ક્રાઇમ… ક્રાઇમ… ક્રાઇમ…
હત્યાઓ થઈ છે…
કેટલી? ક્યાં? કેવી રીતે?
રહસ્ય અકબંધ છે!
કોણ હતી એ, લાલ વાળવાળી સ્ત્રી? ધમકીપત્ર મોકલનાર અજનબીની ગંદી મુરાદ આખરે કોનો ભોગ લેશે? મનાલીની આર્ટ ગૅલરીમાંથી ચોરી થયેલા લિયોનાર્દો દ વિંચીના વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ સાથે પેલા ભેદી પત્રને શું સંબંધ હશે? એ રાત્રે બારમાં બનેલી દુર્ઘટના પાછળના પેચદાર રહસ્યને ઉકેલવા મથતો પોલિસ ઑફિસર પોતાના કામમાં સફળ થશે ખરો? પૈસા, પાવર અને પ્રસિદ્ધિની લાલસાથી રચાયેલા ષડ્યંત્રમાં કેટલી જિંદગીઓ બરબાદ થશે, ને કોણ કોનું પ્યાદું બનશે? બદલાની આગમાં ખેલાતાં આ ખતરનાક ખેલમાં કોનો વિજય થશે? સવાલો અનેક છે અને જવાબ છે માત્ર એક – રંભાસુર.
એક હાથમાં કલમ અને બીજા હાથમાં હથિયાર લઈને શિકાર કરતાં અસુરના જીવનની સનસનાટીભરી કથા જાણવા માટે ક્રાઇમની આ રહસ્યમયી દુનિયામાં પ્રવેશ કર્યા વગર છૂટકો નથી. એકવાર વાંચવાની શરૂઆત કર્યા બાદ શ્વાસ થંભાવી દે તેવી આ રોમાંચક કથા પૂરી કર્યા વગર તમને ચેન પડશે નહીં.
Be the first to review “Rambhasur”
You must be logged in to post a review.