તેનાલી રામન કર્ણાટકમાં આવેલા વિજયનગર સામ્રાજ્યના વિખ્યાત રાજા શ્રીકૃષ્ણદેવ રાય (1509-1529)ના દરબાર ભુવનના અષ્ટદિગ્ગજો પૈકીના બુદ્ધિશાળી સલાહકાર હતા. શ્રીકૃષ્ણદેવ રાયની ગણના સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત અને હર્ષવર્ધન જેવા ચક્રવર્તી સમ્રાટો સાથે થાય છે. હાજરજવાબીપણા અને બુદ્ધિચાર્તુયનો અદ્ભુત પર્યાય એટલે તેનાલી રામન. પોતાના બુદ્ધિચાતુર્યથી તેનાલી રામન બુદ્ધિકૌશલ્યનો જે વારસો છોડી ગયા, તે શાશ્વત બની રહ્યો.
આ પુસ્તકની કથાઓ સમયના બંધનથી પર છે, જેમાં દરબારમાં ચાલતા કાવાદાવાની વાત છે, ટીખણ છે, ચાલાકી છે અને સામાન્ય માણસોની અસામાન્ય વાતો પણ છે. આ વાર્તાઓ તેનાલી રામનની વિનોદવૃત્તિ અને ચતુરાઈનો પરિચય આપે છે. આ વાર્તાઓ તમને કોઈ ને કોઈ નૈતિક બોધપાઠ આપશે, જે વાર્તાના અંતે દર્શાવેલ છે. વાર્તાઓ સાથે બોધપાઠને પણ સામેલ કરવા પાછળનો આશય તમારી વિચારશક્તિને વિકસાવવાનો, તેને સતેજ કરવાનો છે, જેના દ્વારા જીવનના દરેક તબક્કે, દરેક પ્રયત્નમાં તમે સફળતા મેળવી શકો. તક ઝડપી લઈ આગળ રહેવા માંગતી દરેક વ્યક્તિ માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.
Be the first to review “Problems Solve Karo Tenali Raman Buddhi Thi”
You must be logged in to post a review.