યજ્ઞમાં કદાચ લાખ આહુતિ આપવાની હોય તો કદાચ એકવાર એ અપાઈ જાય છે, પણ સમર્પણના યજ્ઞમાં ઇચ્છાની આહુતિ આપવા માટે તો સાચા પ્રેમની મહામૂલી મૂડીની જ અનિવાર્યતા હોય છે.
પ્રેમ વિશે કેટલું પણ વાંચીએ, લખીએ, સાંભળીએ કે વિચારીએ તે કદી પૂરતું હોતું જ નથી. કદાચ પ્રેમની તરસ છિપાતી જ નથી હોતી. પ્રેમની પરમતૃપ્તિનો આકંઠ અનુભવ ત્યારે જ શક્ય બનતો હોય છે કે જ્યારે નિઃસ્વાર્થ પ્રેમની ચાદર ઓઢીને સાચા પ્રેમની દિશામાં નક્કર પગલાં ભરવામાં આવતાં હોય. સાચા પ્રેમની દિશામાં આગળ વધી રહેલાં કેટલાંક પાત્રોનું અંગત જીવન આ નવલકથામાં ખુલ્લું થઈ રહ્યું છે.
કથાનાયિકા નંદીની પોતાની સફરની શરૂઆત તો કરે છે પણ શું તેને સફળતા મળશે કે પછી નિષ્ફળતાનો સામનો કરવો પડશે? તેણે કેવી દિવ્ય આહુતિઓ આપવી પડશે? શું નંદીની એ આહુતિ આપી શકશે? તેને તેનો સાચો પ્રેમ નિષ્કામ મળશે કે કાયમ માટે છિનવાઈ જશે? પ્રેમના નામે એ ઠગાઈ જશે કે પછી અસીમ પ્રેમનો એને અનુભવ થશે?
આ પુસ્તક વાંચનારા સૌને પહેલાં તો એવા પ્રેમનું સંમોહન થશે અને પછી સ્વયં એવા જ પ્રેમમાં ડૂબકી લગાવવાનું મન પણ થશે. બસ, સાચા પ્રેમના સમંદરમાં એક જ ડૂબકી, આનંદના અવનવા પ્રદેશોનો સંસ્પર્શ અસ્તિત્વને કરાવી જશે. સુખના આંગણાના દ્વાર પર લાગેલા, વર્ષોથી નહીં ખૂલી રહેલાં તાળાં બહુ ઝડપથી ખૂલી જશે, ચાવી હાથમાં આવી જશે અને જીવન પ્રસન્નતાથી તરબતર બની જશે.
આ નવલકથા તમને કદાચ નહીં ધારેલું, નહીં કલ્પેલું ઘણું બધું આપી જશે.
Be the first to review “Prem Ratan Dhan Payo”
You must be logged in to post a review.