અર્ધજાગૃત મનની અમર્યાદ શક્તિઓ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવી સરળ છે.
સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની 10% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી, છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણા મગજની બાકીની 90% શક્તિઓને જાણી લઈએ તો શું શું ન કરી શકીએ? અર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓ વિષેનું આ પુસ્તક વિશ્વભરમાં સૌથી વધુ અધિકૃત અને ઉપયોગી ગણાય છે. આ પુસ્તકે લાખો લોકોને પોતાના જીવનમાં ચમત્કારિક પરિણામો મેળવવામાં મદદ કરી છે.
આ પુસ્તકમાં અલગ અલગ લોકોનાં સાચાં ઉદાહરણો દ્વારા ડૉ. મર્ફી આપણને આપણા અર્ધજાગ્રત મનની શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, ઉષ્માભર્યા સંબંધો કેવી રીતે વિકસાવવા, ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી, સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું, ડર અને ઉદ્વેગને કેવી રીતે દૂર રાખવા, ખરાબ આદતોથી કઈ રીતે દૂર થવું જેવા વિકરાળ પ્રશ્નોના સરળ અને વ્યવહારુ ઉકેલ સૂચવે છે.
Be the first to review “Power Of Your Subconscious Mind”
You must be logged in to post a review.