I have started writing after reading this quote!
‘You Learn to Write by Writing.’
– William Zinsser
સાહિત્યની લેખન સફર તો શાળા અને કૉલેજ કાળ દરમ્યાન નોટિસ બૉર્ડ પર નાનાં-મોટાં કાવ્ય અને લેખથી જ શરૂ થઈ ગયેલ પરંતુ એ લેખનનો શોખ આગળ જતાં જુસ્સો (પેશન) બની જશે એ તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો, મહત્ત્વનું કારણ સમય, તમારા સમયે તમે તમારી કલમ ચલાવો, મનનાં ભાવ અભિવ્યક્ત કરો અને તમારા સંવેદનાનાં ઝરણાંને અવિરત વહેવા દ્યો, લાગણીઓને ઝંઝોરી નાંખો, મન અને હૃદયને હળવું બનાવી દ્યો, દુનિયામાં રહીને જાણે દુનિયાથી પરે! મારી અંતરની ભાવના છે કે હું લોકોને, સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકું? એ માટે લખવું જરૂરી હતું એ વાતથી પ્રેરાઈને આ પુસ્તકનો ઉદય થયો.
પોશીના તાલુકાને આગળ લઈ જવા માટેનો મારો આ એક નમ્ર પ્રયાસ છે. બધાની નજરથી વંચિત રહી ગયેલ આ પ્રદેશની અદ્ભુત અને ફરવાલાયક જગ્યાઓથી વાકેફ કરી અહીંની લીલોતરી, પ્રાકૃતિક નજારો, ઉમદા લોકજીવનની એક છાંટ વાંચકોને વાંચવાની સાથે જ નજરોમાં ઊપસી જાય છે. વાંચકોને મંત્રમુગ્ધ કરતી પ્રેમકથાનું વર્ણન પણ આ બુકનું એક આગવું પાસું છે.
આ પુસ્તકમાં એક નવજુવાન ગાઈડ કઈ રીતે પોતાની પરંપરાગત સંસ્કૃતિને સાચવવા અને દુનિયાથી વાકેફ કરવા માટે અથાગ પ્રયત્નો અને સપનાઓમાં રાચી રહેલ છે તેનું અનોખું વ્યક્તિત્વ આલેખાયું છે. મને વિશ્વાસ છે કે આપ સહુ વાંચક મિત્રોનો આ પુસ્તકને ભરપૂર સાથ મળશે!
કહેવાય છે ને ‘પ્રશંસા તો રાજાને પણ વ્હાલી’ અને જ્યારે આપણે કંઈક લખીએ અને પછી ઘરનાં સભ્યો, સગાં-વ્હાલા, મિત્ર પરિવાર તમારા વખાણ કરે તો ખૂબ જ ખુશી થાય અને એ નાની-નાની વાતો એ મને આજે મને આ પ્રગતિના પંથે લઈ આવી છે.
‘Poshina – The Reflection’ એ મારું શમણું જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આપ સહુ વાંચકોના આશીર્વાદ મળે એવી અભ્યર્થના !
— જીજ્ઞાશા પટેલ
Inspired by your browsing history
You cannot copy content of this page
Soni darshan
પોશીના ના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉંડાણ પૂર્વક સમજાવતું અદ્ભૂત પુસ્તક છે,સાથે સાથે લેખિકાનો નવીન પ્રયાસ આ પુસ્તકમાં છે,જેમાં પ્રવાસ ની સાથે પ્રણય ની માર્મિક,રસદાર, રસપ્રદ, માનમોહી લે તેવી રચના છે,પ્રવાસ નું વર્ણન તો જાણે એવી રીતે છે કે આપણે પણ તેની લહેરખી ઓ માં મહાલતા હોઈએ..🙏🙏
Dhaval pithawala
આ પુસ્તક માં લેખિકા એ જાણે પોશીના ના જીવન ને જીવીને સુંદર તેમજ અવિસ્મરણીય આબેહૂબ વર્ણન કર્યું છે. જીવન મા એક વાર તો અચૂકપણે વાંચવા લાયક પુસ્તક તેમજ મગજ અને મન ને એકદમ જ ફ્રેશ કરી દેનાર. બધો જ થાક દૂર કરનાર અને એક નવા જ સુંદર મંથન મા પોહચાડી દેનાર વર્ણન છે.