આપણા જીવન અને સમાજની પ્રગતિના સ્વસ્થ અને સુખદ ઉકેલ
આપણે આપણી આજુબાજુ નજર કરીને વિચારીએ તો એવું લાગે કે સમાજ અને જીવન કેટલું બધું બદલાઈ ગયું છે? ભણતરની શક્તિ અને વિકાસની ગતિના કારણે એક નવી જ દુનિયા બની રહી છે.
આ નવી દુનિયામાં ઘણી વાતો, મુદ્દાઓ, વિચારો અને પરિસ્થિતિઓ ખૂબ જ પૉઝિટિવ, ઉપયોગી અને ઉપકારક છે, તો અનેક `કહેવાતા’ સુધારાઓને કારણે આપણું જીવન અને સમાજ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં મુશ્કેલીમાં મુકાઈ જશે એવું પણ બનવાનું છે.
આવા સમયે જરૂર છે – શાંતિથી આજુબાજુની પરિસ્થિતિઓને જોઈને, વિચારીને સતત યોગ્ય સુધારાઓ કરતા જવાની. જીવનમાં નાના નાના સુધારાઓ કરતા જવાની આદત પાડવા જેવી છે.
આ પુસ્તકમાં તમારી આંખ ખોલી નાખે તેવા લેખો તમને વિચાર કરવા માટેનો ધક્કો આપશે. આપણે જો સતત આપણું ધ્યાન રાખીશું, કાળજી લઈશું અને જાગૃત રહીને યોગ્ય સુધારાઓ કરતા જઈશું તો જ સ્વસ્થ, સુરક્ષિત અને પ્રગતિશીલ સમાજજીવનનું સર્જન કરી શકીશું.






















Be the first to review “Navi Dishao”
You must be logged in to post a review.