આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે.
ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી ચાચાની વાત હોય કે ડાંગના શૈલેષકુમારની, દરેક પ્રસંગ મનનીય છે, અવિસ્મરણીય છે.
લાખો ગુજરાતી વાચકો દ્વારા પોંખાયેલી કટારની અતિલોકપ્રિયતાને પગલે આ પુસ્તક પ્રગટ થયું છે. ઘણાંના જીવનને આ અનુભવવાતોએ દિશા સૂચવી છે. ગુજરાતની વ્યવહારકુશળ પ્રજાને સ્પર્શી જાય તેવી સરળ અને સચોટ ભાષામાં, શ્રી સોનલ મોદીએ શ્રી સુધા મૂર્તિના ‘મનની વાત’, ‘સંભારણાંની સફર’ અને ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકોનો અનુવાદ કર્યો છે.