ચિરંજીવી વિભીષણની કથા
ન્યાયનું પતન થાય ત્યારે અન્યાયનો ઉદય થતો હોય છે અને અન્યાયના સામ્રાજ્ય હેઠળ જ માનવની આસુરી શક્તિઓ પોતાનો હાહાકાર મચાવતી હોય છે. રામાયણ એટલે એ આસુરી શક્તિઓ ઉપર માનવતાએ મેળવેલા મહાવિજયની ગાથા.
અનાદિ કાળથી આપણે એવું માનતા આવ્યા છીએ કે રામાયણના એકમાત્ર નાયક ભગવાન શ્રીરામ છે, પરંતુ આપણે ક્યારેય એવું વિચાર્યું નથી કે રામાયણના મહાવિજયના એક નાયક વિભીષણ પણ છે. અજેય અને અમર એવા રાવણને નાથવાનું વિભીષણ વગર પ્રભુ શ્રીરામ માટે પણ શક્ય નહોતું.
વિભીષણ એટલે કોણ…?
…દશાનન રાવણનો નાનો ભાઈ.
…ધર્મ અને નીતિનો રખેવાળ.
…રાક્ષસકુળમાં જન્મેલા આર્યકુળના હિતેચ્છુ.
…ટીકાઓ સહન કરીને પણ સત્યના પડખે રહેનાર.
…અને એટલે જ સદીઓથી પૃથ્વી ઉપર વિહરતા સાત ચિરંજીવીઓમાં વિભીષણનું પણ સ્થાન છે.
આ છે રામવિજયના નાયક, શ્રીરામના સમર્પિત સેવક અને લંકાના સાચા રાજા ‘લંકેશ્વર’ની કથા.






























Be the first to review “Lankeshwar”
You must be logged in to post a review.