ગિરપ્રદેશમાં તમે મને જ જોવા આવો છો,
મારો પ્રદેશ તો તમે હજી જોયો જ નથી!
તમે એકવાર મારા પ્રદેશની મુલાકાત લો,
પછી વારંવાર અહીં આવતા થઈ જશો!
એવું તો શું છે મારા ખજાનામાં કે હું તમને આગ્રહ કરું છું?!
હું છું વનરાજ કેસરી! ધ કિંગ ઑફ ગિર!
મારા દરબારનાં અદ્ભુત રત્નો જોવા અને
રજવાડી ગિરપ્રદેશની યાદગાર મુલાકાત લેવાનું તમને મારું નિમંત્રણ છે!
હું તમારી રાહ જોઉં છું!
– ગિરનો સિંહ
ગિરપ્રદેશના આજ સુધી અજાણ્યા રહેલા ખજાનાને જેમણે નજીકથી નિહાળ્યો છે, અનુભવ્યો છે એ લેખકોની જીવંત કલમે લખાયેલું, ગિરની અસ્મિતાનું આ પુસ્તક તમને ગિરપ્રદેશના કાયમી ચાહક બનાવી દેશે.
સમગ્ર ગિરપ્રદેશના સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક, માનસિક અને નૈતિક મૂલ્યોનું અહીં વર્ણન છે, જેમાંથી પસાર થતાં તમને એવું લાગશે કે જે ગિરપ્રદેશને તમે ફક્ત સિંહોની વસાહત તરીકે જ સમજતા’તા, એ તો એનાથીયે વિશેષ છે!