આ બધું શું થઈ રહ્યું હતું?
દાદાનું વસિયતનામું કરીને જવું, તે પછીના ભાઈઓના ઉધામા અને પોતાને આમ ગુનેગારની જેમ સંતાઈને રહેવું પડે એવી ખોફનાક પરિસ્થિતિ શા માટે બની?
એકાએક ખ્યાલ આવ્યો કે પોતે તો એક છોકરી છે. આવી નિર્જન રાતે આમ એકલી ચાલીચાલીને કઈ તરફ જશે? કદાચ કોઈની દાનત બગડી તો તેને બચાવશેય કોણ?
તેને અચાનક પોતાની મા યાદ આવી ગઈ. પુષ્પ જેવી નિર્મળ અને કોમળ! તેની આંખોમાં ઝળઝળિયાં પણ આવી ગયાં. એને લાગ્યું કે જાણે આ આખાય વિશ્વમાં તે એકલી છે. સાવ એકલી.
મુંબઈની ઝવેરીશોપની માલિક, કરોડોની આસામી હોવા છતાં મારે આમ અજાણી જગ્યાએ આશરો લેવાનો? શા માટે? ક્યાં સુધી? કેવી રીતે? હવે આગળ શું થશે?
એક પછી એક ઝડપથી બનતા રોમાંચક અને થ્રિલર પ્રસંગોથી ગૂંથાયેલી આ કથા તમને અચંબિત કરી દેશે.
Be the first to review “Hu Sonal Zaveri”
You must be logged in to post a review.