Homo Deus : Sapiens

Category Combo Offer

In stock

Qty

હોમો ડેસ

સેપિયન્સ’ જ્યાં સમાપ્ત થાય છે. ‘હોમો ડેયસ’ ત્યાંથી શરૂ થાય છે.
એકમાં આપણા અતીતનો ચિતાર છે, તો બીજામાં આપણા ભવિષ્યની કલ્પના છે.
એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે, બીજામાં તે ક્રાંતિનાં સંભવિત પરિણામોનું અનુમાન છે.
‘સેપિયન્સ’માં સેપિયન્સની માણસ બનવાની વાર્તા છે, ‘હોમો ડેયસ’માં માણસની ભગવાન બનવાની ભવિષ્યવાણી છે. તેમાં એ ચર્ચા છે કે માણસ તેની ટૅક્નૉલૉજિકલ શક્તિનું શું કરશે? તે આ પૃથ્વી અને માનવતાનું જતન કેવી રીતે કરશે?
21મી સદીમાં મશીનો કામ કરશે તો માણસનું શું થશે?
આ પુસ્તક સ્વપ્નોની સાથે દુઃસ્વપ્નોની પણ વાત કરે છે.
‘હોમો ડેયસ’ તમને આ પાંચ નિષ્કર્ષથી ચોંકાવી દેશે :
* માણસે તેના ઇતિહાસમાં પહેલી વાર રોગચાળા પર, યુદ્ધો પર અને દુષ્કાળ પર કાબૂ મેળવ્યો છે.
* ટૅક્નૉલૉજીની મદદથી આપણે અનંતકાળ સુધી આનંદમાં રહેવાના અને લાંબી જિંદગી જીવવાના ઉપાયો શોધવાના છીએ.
* લાગણીઓ અને ઇચ્છાઓ બાયૉલૉજિકલ અલ્ગોરિધમ છે અને તેનું જાતે સર્જન કરી શકાય છે.
* રૉબૉટિક ટૅક્નૉલૉજીના કારણે માણસોનો એક મોટો વર્ગ બેરોજગાર થશે અને તે વર્ચ્યુઅલ દુનિયામાં સમય પસાર કરશે.
* માનવતાવાદનું સ્થાન ડેટાવાદ લેશે. મહાકાય કંપનીઓ પાસે આપણો બધો જ ડેટા હશે અને દુનિયા એ ડેટા પર ચાલશે.
બેસ્ટસેલર ‘સેપિયન્સ’ના લેખક યુવલ નોઆ હરારી, તેમના બીજા પુસ્તક ‘હોમો ડેયસ’માં, આગામી વર્ષોના માનવજીવનની એક એવી રસપ્રદ ભવિષ્યવાણી કરે છે, જેમાં માણસ શાશ્વત સુખ, શાશ્વત જીવન અને સાક્ષાત્ ભગવાન જેવી ક્ષમતા મેળવવા પ્રયાસ કરશે.

સેપિયન્સ

1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી….અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે… અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે ‘આપણે’.

જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!

આ Global Bestseller પુસ્તક તમારી આંખો ખોલશે અને તમને શીખવશે કે… કેવી રીતે આપણે સાધારણ વાંદરાઓમાંથી પૃથ્વીના શાસક બની ગયા? પૃથ્વી ઉપર વર્ચસ્વની લડાઈમાં આપણે કેવી રીતે સફળ થયા? ખોરાક શોધવા માટે ભટકતા આપણા પૂર્વજો, નગરો અને રાજવંશોનું નિર્માણ કરવા માટે કેમ ભેગા થયા? આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારોમાં વિશ્વાસ કરવાનું કેવી રીતે શરૂ કર્યું? કેવી રીતે આપણે નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના કરીને લોકોનાં મનનું પ્રોગ્રામિંગ કર્યું? આવનારાં હજારો વર્ષોમાં આપણી દુનિયા કેવી હશે?

આ માહિતીપ્રદ Global Bestseller પુસ્તક તમારી સદીઓ જૂની માન્યતાઓ અને વિચારો સામે પ્રશ્નાર્થ ઊભા કરી તમારા વિચારો, કર્મો અને શક્તિઓનો તમારા ઊજળા ભવિષ્ય માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની સાચી દિશા પૂરી પાડશે.

Category:
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Homo Deus : Sapiens”

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

ડૉ. યુવલ નોઆ હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં Ph.D. કર્યું છે અને વિશ્વ ઇતિહાસમાં વિશેષતા મેળવ્યા બાદ હવે જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણાવે… Read More

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA