:: હાસ્યનિષ્પન્ન કરતી એક અનોખી પ્રવાસકથા ::
કાકા સાહેબ કાલેલકર પ્રવાસને ‘બૌદ્ધિક ખોરાક’ કહે છે, જ્યારે અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન પ્રવાસને ‘માહિતીપ્રદ મનોરંજન’ કહે છે.
અહીં પ્રવાસ છે ઉજ્જૈન નગરીનો — જેને શ્રદ્ધાળુઓ ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાવે છે. અહીં તમને મળશે સાંદીપનિઋષિનો આશ્રમ જ્યાં કૃષ્ણ-સુદામાએ શિક્ષણ મેળવ્યું અને તેમની મૈત્રી પણ અહીં જ અમર બની! અહીં તમને મહાકાલેશ્વર ભગવાનની ભસ્મઆરતીનું અનોખું દર્શન થાય છે જેને જોવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. અહીં ભૈરવદાદાના — અમુક ગુજરાતીઓને પ્રિય એવા પ્રસાદનું આટલું બધું આકર્ષણ કેમ છે? એનું રહસ્ય પણ તમને સમજાશે!
જેને સમજવા માટે અમેરિકા જેવા દેશો, કરોડો ડૉલર ખર્ચી નાંખે છે અને આપણે જેને વશમાં રાખવાના વહેમમાં હોઈએ છીએ એવા ભારે લાગતા મંગળના ડરથી પીડાતા લોકો, અહીં મંગલનાથ મંદિરે કેમ આવે છે એનો તો તમે સ્વાનુભવ કરો તો જ ખબર પડે.
અહીં છે સંસ્કૃતના મહાકવિ કાલીદાસનાં ઇષ્ટદેવી ગઢકાલિકા માતાજીનું મંદિર, જ્યાં રાજા વિક્રમ અને વૈતાળની ઐતિહાસિક વાર્તાઓ આજે પણ ગુંજે છે.
અહીંની વેધશાળા તો જગવિખ્યાત છે. તમે વેધશાળા પાસે જઈને ઊભા રહો તો તમે એ નક્કી નહીં કરી શકો કે અહીં આવનારાઓમાં ‘શ્રદ્ધાળુ’ કેટલા અને ‘જિજ્ઞાસુઓ’ કેટલાં!
અહીં છે ગુજરાતી ભાષામાં પ્રથમવાર આવતો ઉજ્જૈન નગરીનો એવો પ્રવાસ જે તમે ઘરેબેઠાં હસતાં હસતાં કરી શકશો.
Be the first to review “Halave Haiye Tirathyatra”
You must be logged in to post a review.