હસવાની કલા ઈશ્વરે માત્ર મનુષ્યને આપી છે. જે હસી શકતાં નથી એ મનુષ્ય નથી.
– જ્યૉર્જ બર્નાર્ડ શો
———–
હું ખોરાક વિના રહી શકું, પણ હાસ્ય વિના એક પળ પણ ન રહી શકું.
– મહાત્મા ગાંધી
———–
હાસ્ય એક એવી જડીબુટ્ટી છે, જે સામેની વ્યક્તિને ‘લાઇવ’ રાખે છે.
– માર્ક ટ્વેઇન
———–
જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં ક્યારનોય આપઘાત કરી લીધો હોત.
– રાજ કપૂર
———–
હસવું, હસાવવું અને હસી કાઢવું – આ ત્રણ ગુણો જેનામાં છે, એણે દુઃખી થવા માટે પણ પ્રાર્થના કરવી પડે!
– પુ. લ. દેશપાંડે
———–
જ્યારે વ્યક્તિ હસે છે ત્યારે એના મનમાં મેલ નથી હોતો.
– હરિશંકર પરસાઈ
———–
‘મારા શત્રુઓ મને મિત્ર લાગવા માંડ્યા એટલે ઇલાજ કરાવવા હું પાગલખાનામાં ગયો. પાગલખાનામાંથી બહાર આવ્યા પછી લાગ્યું કે નાના પાગલખાનામાંથી હવે મોટા પાગલખાનામાં આવી ગયો છું, કેમ કે અહીં લોકો હસતા જ નહોતા!’
– સઆદત હસન મન્ટો
———–
હું જ્યારે હસું છું કે હસી પડું છું ત્યારે માણસ હોવાનો મારો ભરોસો દૃઢ બને છે.
– જ્યોતીન્દ્ર દવે
———–
નિર્દોષ, નમણા અને ખડખડાટ હસાવતા આ હાસ્યલેખોની અણમોલ સુગંધ તમને એક નવા જ હાસ્યવિશ્વમાં લઈ જશે.




































Be the first to review “Haasyopanishad”
You must be logged in to post a review.